Posted by: Neha | May 2, 2006

દિવાસ્વપ્ન દુહા

મારા ફળિયે પાગંયૉ તમે નામ નો એક છોડ,
પહેયૉ લીલો મોડ મારી ખંડેરવતી મેડીએ….

કોઇ રંગોળી પૂરે તોરણ બાંધે કોઇ,
ઘેઘૂર તમને જોઇ હું શણગારું છું આંખ ને

ખાલી ધમ્મર શ્ર્વાસમાં સાત પગથિયે જળ,
થયા- થયા  ઝળહળ કંઇ બત્રીસ કોઠા વાવનાં

હે રસ્તા, ચાલ્યા જજો મારા ઘરથી દૂર,
ઘરમાં આવ્યા પૂર એને પાછાં વળવા નહી દઉં,

ચશ્માવંતી આંખને કાચ વગરનું સુખ,
સ્પશુઁ છું સન્મુખ એક ઝાઝંરભીના દૅશ્યને

હું જો લીમડો હોત તો તો આજે કંઇક ઓર,
બની જઇ ગુલમ્હોર હું ઢાંકત આખા શહેર ને,

કોઇ વગાડે ટેરવાં કોઇ રમાડે ફૂંક,
હું તો કલરવતુંક એક પંખી થઇ ઊડ્યા કરું,

બરછટ રેખામાં વસ્યું પુંકેસરનું શહેર,
હથેળીઓમાં ન્હેર કાંઇ વહેતી જાય વસંતની,

મેડી પર દિવો બળે એનું નામ જ કાલ,
હું પેટાવું વ્હાલ અને અટકાવી દઉં સૂયૅને.


Responses

  1. just awsome…

  2. beautiful.

  3. very good. nice.


Leave a response

Your response:

Categories