સમજો તો ઘણું છે!!
ન સમજો તો કશું જ નથી,
પાના ઉપર ફકત થોડાં શાહીના આ ડાઘા છે,
દિલના શબ્દને વાચા નથી,
જો કાગળ ઉપર ઊતારો તો શબ્દ શબ્દને અથૅ છે,
અથૅ સમજી શકો તો ઘણું છે.
પ્રેમમાં ખેચાણ છે,આવી ગઇ શ્રધ્ધા મને,
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને ,
હું તને જોતી દુનિયાને પછી જોતી નહીં,
તું મને જોવે તો જોતી થઇ જાત દુનિયા મને.
પથ્થરો પોલા નીકળશે શી ખબર,
ને મિત્રો ભોળા નીકળશે શી ખબર,
એમની આંખો ભીંજાઇ તો ખરી,
પણ આસુંઓ કોરા નીકળશે શી ખબર.
હસું છું એટલે માની ન લેશો કે સુખી હું છું
રડી શકતી નથી એનું મને દુ:ખ છે, દુ:ખી છું હું.
દબાવીને હું બેઠી છું, જીવનના કારમા ઘાવો,
ગમે ત્યારે ફાટી જાઉં એ જ્વાળામુખી છું હું.
જેના થી ભાગવા મથુ છું,એનો જ રોગ થયો
રસી મુકાવી તો એનો જ રોગ થયો.
સુરજ થઇને ઢૂઢું છું પણ સાંજ મળતી નથી,
અને માસૂમના દદૅની દવા મળતી નથી.
એમની આંખો ભીંજાઇ તો ખરી,
પણ આસુંઓ કોરા નીકળશે શી ખબર.
- સરસ વાત !
By: ધવલ on May 14, 2006
at 2:11 pm
it is to hard to understand at least for me ,but it is an example of good creative mind,so neha keep it up we all are with u to help any how,
By: Vimal Trivedi on May 17, 2006
at 6:25 am
વાંચન સારું છે.. ચયન પણ સારું છે… પણ મિત્ર! લખનાર કવિને જો ક્રેડિટ ન મળે તો ભાષા અને એમનું અપમાન ન ગણાય?
By: વિવેક on May 17, 2006
at 6:41 am
Suraj thai ne j jo sanj ne khojya karish to sanj nathi j malva ni e khabar chhe chhata kavi suraj banavani ghelchha nathi chhodi shakata. vli kavi to matr madhym chhe lage chhe k pratyek shbd ma kyank apani j adhuri ichcho chhe……..
By: Himadri on June 10, 2006
at 11:40 am
પથ્થરો પોલા ય થાય,ઇચ્છાઓ વન ,ઉપવન,નંદનવન વાળી થાય,હથેળીમાં વસંતની નહેર વહે ! ઓ હો હો ! લાગણીઓએ હદ કરી નાખી છે !આજે બધાં જ સર્જન વાંચ્યાં ને ખૂબ જ ગમ્યાં.અભિનંદન સૌને ! હવે અગાઉનાં લખાણ વાંચવાની ઘણી જ ઇચ્છા છે.હોં !જરૂર વાંચીશ જ ! આપનાં કાવ્યો હૃદયસ્પર્શી છે.
By: manvant on June 15, 2006
at 11:31 pm