Posted by: Neha | May 18, 2006

પ્રેમ

ગુજરાતી દૈનિક સામાચારપત્ર  “ગુજરાત સામાચાર“ માં દર બુધવારે પ્રકાશિત થતી શતદલની પૂતિમાં પ્રગટ થતાં ‘અનાવૃત’ લેખમાં આ વખતે માનનીય જય વસાવડા એ પ્રેમ વિશેની વાતો કેટલીક ધારદાર પંકતિઓ દ્વ્રારા સમજાવી હતી જે પંકતિઓ અહીં આજે આપની સમક્ષ રજૂ કરું છું.

પ્રેમમાં કયાં જાણકારી જોઇએ?
બસ, હદય વચ્ચે કટારી જોઇએ
શ્રીહરિ ને પ્રેમીમાં છે સામ્યતા,
બેઉ જણ માટે પુજારી જોઇએ.

દિલ

દિલ તમોને આપતાં આપી દિધું
પામતાં પાછું અમે માપી લીધું
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં,
ચોતરફથી કેટલું કાપી લીધું.

                        – મનહર મોદી

આપણી વચ્ચે હતી !

તારીને મારી ચચૉ આપણી વચ્ચે હતી
તો ય એમાં દુનિયા આપણી વચ્ચે હતી !
આપણે એકાંતમાં કયારેય ભેગા કયાં થયા?
તો ય જોને, કેવી અફવા આપણી વચ્ચે હતી
આપણે એકબીજા સાથે શ્ર્વાસેશ્ર્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી  !
કોઇ બીજાને કશું કયાં બોલવા જેવું હતું ?
આપણી પોતાની સતા આપણી વચ્ચે હતી.
આપણે તો પ્રેમના અરમાન પૂરવાના હતા,
કાં અજુગતી કોઇ ઇચ્છા આપણી વચ્ચે હતી
યાદ કર એ પુણ્યાશાળી પાપની એકેક ક્ષણ
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી !
એક ક્ષણ આપી ગઇ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી !

                        – ખલીલ ધનતેજવી


Responses

  1. મનહર મોદીનું મુક્તક મારા પ્રિય મુકતકોમાંથી છે. ખલીલ ધનતેજવીની ગઝલ પણ સરસ છે.

  2. http://www.gujaratsamachar.com/gsa/20060517/guj/supplement/anavrut.html

  3. હવે વાત જામી, નેહા…

    લાગે છે હવે આ મહેફીલ સરસ જામશે…

    -વિવેક

  4. નેહા,

    એ જ ગુજરાત સમાચાર માં ઘણા સમય પહેલા પ્રકાશિત થયેલી કેટલીક પંક્તીઓ – તમારા માટે.

    પ્રેમ માં ક્યારેય નિકટ હોવાની શર્ત ન હોય,
    બીજ વાવ્યા પછી ફળ પ્રાપ્તી તરત ન હોય,
    કોઈ જ્યારે ચાહે છે કોઈ ને તે વાત ગંભીર છે,
    પ્રેમ ના સામ્રાજ્ય માં દોસ્ત રમત ન હોય.

    મૌલિક સોની

    • સ્નેહ સરવાણી નામના નેહા જી ના બ્લોગ માં આપે જે પંક્તિ લખી છે એ વાંચી, આપે લખ્યુ છે કે ગુજરાત સમાચાર માં પ્રગટ થઇ હતી, આ પંક્તિ ના રચયિતા કોણ છે જો એ જાણવા મળે તો આભાર. અને સાથે “પ્રેમ માં ક્યા જાણકારી જોઇએ”. . . આ પંકિત્ ના રચયિતા પણ કોઇ છે એ પણ જણાવજો.

  5. dil kavya khub j saras chey
    maza avai
    keep it up

  6. સ્નેહ સરવાણી , બ્લોગ નું નામ સુંદર છે. આ સ્નેહ ભર્યા શબ્દોનું ઝરણું કવિતા, ગઝલ રુપે સતત વહેતુ જ રહે એવી શુભકામના નેહાજી.


Leave a response

Your response:

Categories