Posted by: Neha | June 29, 2006

વીત્યા ભાવો

        થોડા દિવસથી પ્રણયકવિ ‘કલાપી’ નો કાવ્યગ્રંથ ‘કલાપીનો કેકારવ’ વાંચવાનો અવસર સાંપડ્યો છે. આની પહેલા મેં એકસાથે આટલી બધી સ્નેહ અને અનુકંપાભરી કૃતિઓ જોયી નથી કે નથી વાંચી, બુધ્ધિથી ગુંગળાયાવિનાની નિરંકુશ ઉર્મિ ઓ તેમના પ્રત્યેક સજૅનમાં જોવા મળે છે. તેમાંથી ખૂબ જ ગમી ગયેલ એક કાવ્ય…..

વીત્યા ભાવો હજુ મ્હારા છે :
આગ મહીં થંડા ક્યારા છે :
આંસુ તો સુખની ધારા છે :
           આ હૈયાને બીજું શું ?
તું એ મીઠા ભાવો સ્મરજે :
તેને સ્મરતાં સ્મરતાં મરજે :
હૈયાફાટ સદા વા રડજે :
               રે રે ! બીજું શું?

-સુરસિહંજી તખ્તસિહંજી ગોહેલ ‘કલાપી’

શ્રી ‘કલાપી’ની જીવનઝાંખી

(’કલાપીનો કેકારવ’..2000, પૃષ્ઠ 367 )


Responses

  1. હું જ્યારે પચીસીમાં હતો ત્યારે કલાપી મારા બહુજ પિય કવિ હતા. ઘણી કવિતાઓની પંક્તિઓ હજુ પણ મોંઢે આવડે છે. દુર્ભાગ્યે તે વખતે મુશાયરાઓમાં ગાજતા કવિઓ ‘શૂન્ય’ અને ‘બેફામ’ અને ‘ઘાયલ’ નું નામ પણ નહોતું સાંભળ્યું
    આપણી ભાષા માટે જ્યાં સુધી આપણને આટલો બધો લગાવ છે- ખાસ કરીને તમારા જેવા યુવાવર્ગને- ત્યાં સુધી ગુજરાતીનું ભાવિ ઊજળું છે.

  2. આ કવિને રૂબરૂ ના મળાયું ,એટલું જ દુર્ભાગ્ય ગણું છું.સુરતાની વાડીના
    મીઠા મોરલા ! તને અગણીત પ્રણામ !નેહાબહેન ! તમે અંતર વલોવ્યું !

  3. Due to some technical reason, I am not able to write in Gujarati lipi today… It seems that you love tears…. Kalapi wrote a lot in just a span of 7-8 years of his creativity & out of the whole sea, what you found out was again pearl… tears! Nice selection, indeed!

    If a nice girl of your generation still reads Kalapi, I think we need not to worry about the future of our language… Please come out with more & more such gems…

    If someone wants to read some selected lines/shers of Kalapi, please click on:

    http://layastaro.com/?p=340

    -Vivek

  4. [...] -  ફુલ વિણ સખે :   એક વેલીને  : વીત્યા ભાવો [...]

  5. very interesting, but I don’t agree with you
    Idetrorce


Leave a response

Your response:

Categories