સ્વ. શ્રી ‘કલાપી’ની બીજી એક હ્દયને સ્પર્શી ગયેલ કૃતિ…..
ધીમે ધીમે કુંપળ કુંપળે પત્ર પત્રે વળીને,
ટીશી ટીશી તરુવિપટમાં ગૂંથણી કાંઇ ગૂંથે;
મીઠી વેલી ! તુજ વળ દિસે નિત્ય નિત્યે નવીન!
તહારૂં હૈયું વધુ વધુ સદા સ્નેહમાં થાય લીન !
ન્હાની ન્હાની તુજ ગતિ સમો રાહ આ ઝિન્દગીનો,
તોફાનો કે ભભક રવિની કોઇ દી માત્ર ભાસે;
તહારી પાસે ગણગણ થતા જંતુઓ નિત્ય ગુંજે,
મ્હારી પાસે જગત સઘળું નિત્ય ગુંજયા કરે છે.
પણૉ તાજાં ચડી, ખરી, ચડે એકની એક ડાળે,
ને આલમ્બે તરુવર તણો નિત્યનો એક તહારે;
ટેકો મ્હારો મુજ હદયની એક મૂતિ પરે છે,
તે પાસેથી સુખદુ:ખ સદા જાય ચાલ્યાં ઝપાટે.
તું પત્રો ના તુજ કદિ ગણે, હું ય મ્હારાં ગણું ના,
કિંતુ તેનો કુદરત મહીં કાંઇ છૂપો હિસાબ;
કયાં? શા માટે? પ્રભુ વિણ નકી કોઇ જાણી શક્યું ના,
ઊડાં કાવ્યો, ફિલસુફી વળી કાંઇ શંકા જ માત્ર !
તુંમાં હુંમાં …અરરર! પણ આ કાંઇ જુદું જ ભાસે,
તહારા મ્હારા પથ મહીં દિસે ભિન્નતા એક ઊંડી;
તું ચાલે છે સતત ગતિએ, કૂદતો ચાલતો હું,
ધક્કા મારે કુદરત મને, દોરતી માત્ર તુંને.
હું ચોટું છું મુજ જિગર જ્યાં એક દી શાંતિ પામે,
નિ:શ્ર્વાસો સૌ જનહદયના ભૂત કાલે વિરામે;
નિમૉયો છે તુજ જીવનને એકલો વતૅમાન,
’ઊંચે જાવું’ તુજ હદયને એટલું માત્ર ભાન.
-સુરસિહંજી તખ્તસિહંજી ગોહેલ ‘કલાપી’
(’કલાપીનો કેકારવ’..2000, પૃષ્ઠ 215 )
વધુ એક સુંદર કૃતિ…. અભિનંદન…!
By: વિવેક on July 3, 2006
at 8:12 am
સરસ કવિતા. કલાપી મારી પચ્ચીસીના માનીતા કવિ.
એક સૂચના –
વર્ડપ્રેસમાં પોસ્ટ કરતી વખતે – સ્લગનું નામ અંગ્રેજી માં આપવું જેથી યુ. આર. એલ એડ્રેસ સુવાચ્ય બને અને ઘણા બધા % ન આવે !!!
મારે આની લિંક કલાપીની જીવન ઝાંખીમાં આપવી છે. માટે સ્લગ સુધાર્યા પછી ખબર આપીશ તો આનંદ થશે.
By: સુરેશ જાની on July 4, 2006
at 9:09 pm
Suresh Uncle,
U can find changes as per Instuction !!
Thanks
Neha
By: Neha on July 5, 2006
at 6:10 pm
[...] - ફુલ વિણ સખે : એક વેલીને : વીત્યા ભાવો [...]
By: ગુજરાતી સર્જક પરિચય » કલાપી on July 7, 2006
at 9:55 am