Posted by: Neha | July 4, 2006

આંખ કેરું જળ

અશ્રુ

અશ્રુની વાત ટૂંકમાં કેવી રીતે કહું ?
એ દોસ્ત, એ તો ખારા સમંદરની વાત છે….

- નેહા ત્રિપાઠી

                     ……..

ખબર નહોતી તમે મુજ આંખ કેરું જળ બની જશો,
અમે માન્યા હતાં કંકુ, તમે કાજળ બની જશો.
કિનારો જાણીને મેં ડુબકી મારી તમારામાં,
ખબર નહોતી તમે મઝદાર કેરું જળ બની જશો.

- શ્રી છોટાભાઇ ભાવસાર

                   ……..

હદય જો રડે અશ્રુમોતી ઝરે,
પછી એમાં થોડુંક અમૃત વહે.

- શ્રી એન. ડી. ભાવસાર

                 ……..

હસ્તરેખામાં સમયનું રણ હતું,
મૃગજળોની પાંપણે જળ પણ હતું.

 - અજ્ઞાત

                 ……..

આંખો નહીં તો આમ ના વરસે રહી રહીને,
ચોકકસ હજીય ક્યાંક લાગણીની હવા છે !!

 - અજ્ઞાત


Responses

  1. નેહા દર વખત ની જેમ આ પણ ખુબજ લગણી સભર રચના છે “અશ્રુની વાત “

  2. અશ્રુની વાત ટૂંકમાં કેવી રીતે કહું ?????
    simply touching…

  3. really good.

  4. આંખનું જળ ખરે જ ભીનું ભીનું છે…

    છેલ્લો શેર વાંચીને મને મારો પોતાની એક પંક્તિ યાદ આવી ગઇ…
    “નહિંતર તો ફુટે નહીં આમ ઝરણું એમાંથી,
    નયનોનાં રણમાં જરુર આભ ફાટ્યું હશે.”

    બીજો એક અજ્ઞાત કવિનો પણ શેર યાદ આવી ગયો…
    “એવું નથી કે યાદ આવે ને અશ્રુઓ વહે,
    કોઇ તડપતી યાદનું ઝરણું થંભી ગયું હશે!”
    (જરાક શબ્દફેર થઇ ગયો હોય તો ક્ષમા ચાહું છું.)

    ઊર્મિ સાગર
    http://urmi.wordpress.com

  5. ખબર હતી મુજને નથી મળવાનાં
    તુજ લાસ્યનાં સ્મૃતિજળ
    ખબર હતી મુજને નથી મળવાનાં
    તુજ હાસ્યનાં મૃદુલજળ
    પરંતુ ખબર ના પડી મુજને ક્યારે
    સરી પડ્યાં આ અશ્રુજળ

  6. બધાંમાં મારા વાંચનનો એક સૂર પૂરાવું ?
    દુ:ખીના દુ:ખની વાતો સુખી ના સમજી શકે :
    સુખી સમજી શકે પૂરું, તો.દુ:ખ ના વિશ્વમાં ટકે !

  7. તારા ને મારા દૂખો નો એક જ ઉપાય -
    ન હુઁ કોઇ ઇચ્છા પુરી કરુઁ ,
    ન તુઁ કોઇ અરમાન કરે.

    - કેતન વરુ

  8. આંખો નહીં તો આમ ના વરસે રહી રહીને,
    ચોકકસ હજીય ક્યાંક લાગણીની હવા છે !!
    ekdam khari vaat chhe….


Leave a response

Your response:

Categories