Posted by: Neha | July 23, 2006

કોણ ગયું ઝબકાવી ?

જીવનનાં ઘડતરના પાયામાં રહેલા એ સ્કુલના દિવસો યાદ કરતાં ઘણુંય યાદ આવી જાય છે. એ દિવસોમાં કયારે, કોણ, જાણ્યે-અજાણ્યે અંદર રહેલી મૃતશકિતઓને સજીવન કરીને ગતિમાં વેગ આપીને પસાર થઇ ગયું તેની જાણ પણ ના થઇ.

એમાંનુ એક વ્યકતિત્વ આજે પણ સ્મૃતિમાં એટલું જ જીવંત છે. એ છે..!! મારા સંગીતના શિક્ષિકા શ્રી જયશ્રીબેન પાઠક. સંગીતની સુરાવલી શીખવા માટે સાંપડેલા તેમનાં સહવાસે મને સુર અને તાલ સિવાય બીજા અનેક જીવનરૂપી રાગો શીખવ્યા હતાં.

આજે વર્ષો પછી સવારે, અધૂરા સુરે હોઠે આવેલી ઊર્મિગીતની પંકતિઓને તેમનાં અવાજે સંભળવાની તીવ્ર ઇચ્છાએ મને એમની મુલાકાત કરાવી. સાહિત્ય અને સંગીતના સુભગ સમન્વયથી બાગેશ્રી રાગમાં રચાયેલી મારાં ગમતાં ઊર્મિગીતની આ પંકતિઓ તમને પણ ગમશે તે આશાથી અહીં રજુ કરું છું.

                                                                      ………….

એક સવારે આવી મુજને
કોણ ગયું ઝબકાવી ?

વસંતની ફૂલમાળા પહેરી
કોકિલની લઇ બંસી
પરાગની પાવડિયે આવી
કોણ ગયું ઉર પેસી મુજને
               ……કોણ ગયું ઝબકાવી ?

તેજ સુધામાં ચિત ડુબાડી
ઉર નાખ્યું મુજ કોરી
કિરણ કંદુકે રમાડતું મને
કોણ રહ્યુ કિલ્લોલી મુજને
               ……કોણ ગયું ઝબકાવી ?

એક સવારે આવી …..

               – શ્રી શંકર ગણપત વ્યાસ

About these ads

Responses

  1. સરસ ઊર્મિગીત છે!
    આભાર નેહા…

    “ઊર્મિસાગર”
    http://www.urmi.wordpress.com

  2. મૃદુ લગત સુર ગ..નિ….ગાઓ બાગેસરી…
    મધ્યમ કરૈ જાન …સમવાદી સા માન:
    પંચમ કરત ધ્વનિ….ગાઓ બાગેસરી !
    નેહાબહેન !તમે 1947થી1949 ની
    મારી યાદો તાજી કરાવી !તમારું મૂકેલું
    કોણ ગયું ઝબકાવી ?સાંભળવાની લાલચ
    કોણ સંતોષશે ?શબ્દો અત્યુત્તમ છે.આભાર
    તમારો ને કવિનો !!

  3. ak savare Geet kavi shri SUNDARM nu che. Aa kaun ne shodh varshothi chalti aavi che. Bhakta ne man Bhagvan hoi shake tam lage che.

  4. Thanks Sweta,

    Actually, I have book of પ્રવેશિકા પ્રથમ from Gandharva Vidhyapith, the author is Shri Shankar Ganpath Vyas.I felt that the whole book written by him with all songs.

    N u r right, In Early morning such beautiful creation only suits with GOD and LOVER …dont know…..u read or not the post of પ્રેમ on my blog here few lines of that r as follows :

    “શ્રીહરિ ને પ્રેમીમાં છે સામ્યતા,
    બેઉ જણ માટે પુજારી જોઇએ.”

    and a true devotee can sing with true heart.If u find n e music expert just once listen it with basic of Bageshri Rag With ત્રિતાલ. I dem sure U just love it.

    Loving Neha

  5. સરસ ગીત !!!

    નેહાજી , આપના બ્લોગની લીંક મે મારા બ્લોગ પર મુકી છે.
    જોઇ , સલાહ સુચન આપશોજી.

    અમિત…
    http://amitpisavadiya.wordpress.com

  6. સુંદર ઊર્મિગીત!
    બાગેશ્રીમાં સાંભળવા મળ્યું હોત તો આનંદ થાત.

  7. good one


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

%d bloggers like this: