Posted by: Neha | August 31, 2006

ર્દશ્યો

ર્દશ્ય

આંખની સામે ઊભરાય છે ર્દશ્યો
ર્દશ્યોનો શાંત સમુદ્ર………….
વહેતી નદી, પસાર થતી ટ્રેન
સંભળાતી વ્હિસલ
ક્યાંક સળગતો અગ્નિ
નાનો અમથો આપબળે
ઝઝૂમતો દીવો…
ઝૂમતાં ઝુમ્મરો
આકાશનો ઢાળ ઊતરતી સાંજ
શિખર પર મહાલતી હવા
રાત્રિનો તારાજડિત અંધકાર
સુવાસિત સમય.
ર્દશ્યમાંથી અર્દશ્ય તરફ જવાની
શાંત ધીમી લાવણ્યમય ગતિ.

- અજ્ઞાત


Responses

  1. દ્રષ્યો…
    હૃદયને પશ્ચાદભૂ તરફ ધકેલી દેતું નાનકડું અને સુંદર કાવ્ય.
    વાંચીને દરેક લાગણીશીલ હૃદયની આંખ સમક્ષ કેટલાંક દ્રષ્યો ચોક્ક્સ ચિત્રપટ્ટીની માફક પસાર થઈ જવાના.
    –જયદીપ.

  2. સુંદર કાવ્ય છે, નેહા!!
    ‘દ્રષ્યો’ ની સાચી જોડણી લખવાં માટે… try ‘draShyo’…

  3. સુંદર કવિતા… ઘણું સુંદર ચિત્ર…

    ‘દ્રશ્ય’ ની જોડણી બાબતમાં એક ચોખવટ… યુનિકોડ ફોન્ટની આ એક મર્યાદા છે કે આપણે ‘દ્દ’, ‘દ્ર’ કે ‘ર્દ’ જેવા અક્ષરો વડે દ્દશ્ય શબ્દ લખવો પડે છે… મૂળ જે અક્ષર છે એ આ ફોન્ટ વડે લખવો શક્ય જ નથી. અને પ્રિય ઊર્મિ… ‘શ’ તો જે નેહાએ વાપર્યો છે એ જ સાચો છે… અહીં ‘ષ’ ન આવે…

  4. Thanks Vivekbhai…. for correcting me!
    Living abroad for too long… i guess I really do need some જોડણી lessons now! :-)

    Sorry Neha…

  5. નમૂનેદાર કાવ્ય…….આભાર …….અભિનંદન………નેહાદીદી………..

  6. ર્દશ્યમાંથી અર્દશ્ય તરફ જવાની
    શાંત ધીમી લાવણ્યમય ગતિ.

    સુંદર રચના !
    સાથે દૃશ્ય પણ એટલું જ સુંદર- કાવ્યને અનુરૂપ !

    અભિનંદન


Leave a response

Your response:

Categories