Posted by: Neha | સપ્ટેમ્બર 24, 2006

એક પીંછી

એક પીંછી રંગમાં બોળી પછી,
દૅશ્યની આવી ચડી ટોળી પછી.

સાવ હળવા ફુલ જેવા થઇ ગયા,
એક ઇચ્છાને મેં ફંગોળી પછી.

ભીંત ભૂલ્યાનો થયો અહેસાસ જ્યાં,
મેં જ મારી જાતને ખોળી પછી.

એક પછી એક કાચળી ઊતરી ગઇ,
લાગણીને એમ ઢંઢોળી પછી.

એજ કરતી હોય છે સજા પછી,
આંખ બનતી હોય છે ભોળી પછી.

– અજ્ઞાત


પ્રતિભાવો

  1. એજ કરતી હોય છે સજા પછી,
    આંખ બનતી હોય છે ભોળી પછી.

    વાહ !!!

  2. સમંદર મા સમાઈ જવાની ઝંખના ને છુપાવતી નદિ જાણે,
    બ્લોગ બનતી હોય છે જીંદગાની પછી…

    ખરેખર અતિ સુંદર રચના… વાહ નેહા !!

  3. ખૂબ સુંદર ગઝલ…. ઈચ્છાને ફંગોળવાની વાત જંચી ગઈ…

  4. ભીંત ભૂલ્યાનો થયો એહસાસ જ્યાં…
    મેં જ મારી જાતને ખોળી પછી…….
    ધન્યવાદ નેહાબહેન !મોડા પણ જાગ્યાં તો ખરાં…..!

  5. ખોવાઇ ગઇ છું હું ક્યાંક,
    એકવાર તને મળી પછી.

    સુંદર અભિવ્યક્તિ!

  6. neha, this one is awsome….

  7. MAN MANAS ANE MANAN
    maun maa zalhal malu
    beautiful

  8. વાંચે ગુજરાત
    ‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
    ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
    ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
    આપ સૌ પણ આ અભિયાન માં આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો..આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/

  9. સાવ હળવા ફુલ જેવા થઇ ગયા,
    એક ઇચ્છાને મેં ફંગોળી પછી.

    ખુબ સરસ શેર.


Leave a reply to pravinash1 જવાબ રદ કરો

શ્રેણીઓ