Posted by: Neha | September 24, 2006

એક પીંછી

એક પીંછી રંગમાં બોળી પછી,
દૅશ્યની આવી ચડી ટોળી પછી.

સાવ હળવા ફુલ જેવા થઇ ગયા,
એક ઇચ્છાને મેં ફંગોળી પછી.

ભીંત ભૂલ્યાનો થયો અહેસાસ જ્યાં,
મેં જ મારી જાતને ખોળી પછી.

એક પછી એક કાચળી ઊતરી ગઇ,
લાગણીને એમ ઢંઢોળી પછી.

એજ કરતી હોય છે સજા પછી,
આંખ બનતી હોય છે ભોળી પછી.

- અજ્ઞાત


Responses

  1. એજ કરતી હોય છે સજા પછી,
    આંખ બનતી હોય છે ભોળી પછી.

    વાહ !!!

  2. સમંદર મા સમાઈ જવાની ઝંખના ને છુપાવતી નદિ જાણે,
    બ્લોગ બનતી હોય છે જીંદગાની પછી…

    ખરેખર અતિ સુંદર રચના… વાહ નેહા !!

  3. ખૂબ સુંદર ગઝલ…. ઈચ્છાને ફંગોળવાની વાત જંચી ગઈ…

  4. ભીંત ભૂલ્યાનો થયો એહસાસ જ્યાં…
    મેં જ મારી જાતને ખોળી પછી…….
    ધન્યવાદ નેહાબહેન !મોડા પણ જાગ્યાં તો ખરાં…..!

  5. ખોવાઇ ગઇ છું હું ક્યાંક,
    એકવાર તને મળી પછી.

    સુંદર અભિવ્યક્તિ!

  6. neha, this one is awsome….

  7. MAN MANAS ANE MANAN
    maun maa zalhal malu
    beautiful


Leave a response

Your response:

Categories