Posted by: Neha | એપ્રિલ 17, 2006

શબ્દ પાંખડીયો

 • એક ટુક્ડો આપણું આકાશ હોય બહુ થયુ ,
     એક બીજા મા સતત વિશ્વાસ હોય બહુ થયુ.
     સાવ નાની અમથી વાત છે બીજુ કાંઇ નથી,
     હું જયાં હોઉ તમે આસપાસ હોય બહુ થયુ
 • નસીબ ને હથેળી ની રેખા મા શોધ્યા કરું ને,
     આભા ને મુઠ્ઠી માં બંધ કરયા કરું,
     કોણ જાણે આભા ની સ્વ્પનીલ આંખો માં કોણ સંતાયુ હતું?
 • પ્રેમ મા મીઠી વેદના મળી છે,એ બહુ છે….
     સ્વપ્નો ને નવી દિશા મળી છે,એ બહુ છે…
     પ્રેમ પૂરો થયો કે અધૂરો રહયો વાત એ નથી
     પ્રેમ કરવા નો અવસર મળ્યો એ બહુ છે
 • પ્રીત નું દદૅ પણ અજીબ હોય છે,
     શબ્દો મા છુપાયેલી ગઝલ હોય છે,
     મૌન મા ભયાઁ હોય છે દરિયાં ઘણાં,
     સ્નેહ એ જ સાચો સંબંધ હોય છે..
 • દિલ મા તમારી યાદ ના પગલાં રહી ગયા,
     ઝાંકળ ઊડી ગયું ને ડાઘાં રહી ગયા,
     કહેવા નું હતું ઘણું છતાં કહી શકયાં નહી,
     ગંગા સુધી ગયા ને પ્યાસા રહી ગયા,
     ‘ચલ’ એમ કહી ને ચાલી ગયા તમે,
     ઠંડા હ્રદય મા ગુંજતા કોઇ પડઘા રહી ગયા,
     વરસ્યા વિના વહી ગયી માથા પરથી વાદળી,
     આ દિલ દુઃખી થયુ ને અમે જોતા રહી ગયા.
 • કદાચ મને ચાહતા ના આવડ્યું, અને એટલે જ તમને પામતાં ના આવડ્યું,
     તમારા જ સપના જોતી હતી, તેથી તમારા જ સપના મા કોઇ છે એ પામતાં ના આવડ્યું,
     આવડ્યું તો બસ એ જ કે તમને દિલ થી ચાહતા આવડ્યું,
     જાણ્યું કે તમે મારા નહી થઇ શકો, છતાં તમને પરાયા માનતા ન આવડ્યું,
     મંઝિલ નહી મળે એમ મને લાગ્યું છતાં અડધે રસ્તે થી પાછા વળતાં ન આવડ્યું.
 • જીવી રહી છું જીદંગી બબ્બે રીત માં થોડી ભકિત અને થોડી પ્રિત માં,
     ખોયું બધું છતાં ખુશી છે એ વાત ની કે મને,
     કારણ કે હિસ્સો છે મારી હાર નો તારી જીત મા,
     અદ્રશ્ય રહી ગયાં રુદન મા તમે,
     સામે આવ્યાં તો આવી ગયાં મારી સ્મિત મા,
     ખરેખર સુષ્ટિ શબ્દની બહુ વિશાળ છે,
     પણ તમે વસો છો મારા નયન મા.
 • ધરતી ને ભીંજવતા પહેલી વાર આજે વરસાદ અધુરા લાગ્યા,
     મંઝિલ પામવા ના પહેલી વાર આજે સપનાં અધુરા લાગ્યા,
     પહોંચુ તો કેવી રીતે તમારા ઘર ના દ્વાર સુધી,
     તમારી ગલી ના આજ રસ્તા અધુરા લાગ્યા,
     મળવા નું પણ થયું આપણું આવી રીતે, કે………..
     આપના મિલન માટે આજે જનમ અધુરા લાગ્યા,
     સાથ તારો માંગી ને માંગુ કોની પાસે,
     તને માંગવા માટે આજે ભગવાન પણ અધૂરાં લાગ્યા,
     તારી યાદ મા તડપવું હતું મારે પણ મારી આંખો ના આજે આંસુ અધૂરાં લાગ્યા.
 • દૂર રહી ને પણ મને પાસે રહેવાની આદત છે,
     અમને યાદ બની ને આંખો માંથી વહેવા ની આદત છે,
     અમે પાસે ના હોવા છતાં પાસે જ લાગશું,
     અમને અહેસાસ બની ને રહેવા ની આદત છે.
 • થોડી ગેરસમજ થી સારું જીવાય છે, ખુલાસા કરવા થી દુઃખી થવાય છે,
     કયારેક બંધ બાજી રમવી સારી, દુરી તીરી પંજા મા પણ જીતી જવાય છે.
 • દુ:ખ મા પણ સુખ નો અહેસાસ કરી જો જો….
      ફુલો ની જેમ મસ્તક નીચાં કરી જો જો….
     મટી જશે જીવન તરફ ની બધી ફરીયાદો એક વાર કોઇક ને સાચો પ્રેમ કરી જાજો.
 • નદી ની રેત મા રમતું નગર મળે ના મળે,
      ફરી આ જીવન ધરતી પર મળે ના મળે,
      કરુ છુ યાદ તમને દિલ થી, ફરી આ દિલ ધડક્તું મળે ના મળે.
 • વ્રુક્ષ ને પાદંડે નવરો બેઠો છે પવન,
     પતંગિયા ની પાંખો માંથી ખરતાં સમય નો રંગ જોયા કરે છે
     ઝરણાં સાથે વ્હયા કરતું વાંકુ ચુંકુ આકાશ,
     નીરાંતે અવાજ ના પરપોટાં સાંભળ્યા કરે છે,
     ખાલીપા નું કોચલુ તોડી ને પાંખ ફફ્ડાવે છે,
     ત્યારે માણસ કહે છે કે હું …….”BUSY” છું.
 • વ્યસ્ત જીવન ને નથી ફુરસદ દિલ ને બે વાત કહેવા બચાવી રાખું,
     એ જ ફિકર મા દિવસ વીતે છે કે મારા અસ્તિત્વ ને કેવી રીતે બચાવી રાખું.
 • લખી લેજો હથેળી મા નામ મારું,
     સ્નેહ ના દેશ મા છે ધામ મારું,
     કોક દિવસ જો તરસ લાગે તમને,
     તો હથેળી થી પાણી પીતાં યાદ આવશે નામ મારું.
 • Advertisements

  Responses

  1. નેહા,

   તમારો બ્લોગ જોયો. તમે ખુબ જ સરસ થીમ પસંદ કરી છે. અને તમે પોસ્ટ કરેલી ગુજરાતી ગઝલ-કવિતાઓ પણ ખુબ જ સરસ છે.

   તમારા બ્લોગ ની લિંક હું મારા બ્લોગ પર મુકવા માંગુ છું. જેથી બીજા વાચકો ને પણ તેનો લાભ મળે.

   wish you all the best for your wounderful effort

   મૌલિક સોની

  2. સરસ. ગુજરાતી બ્લોગજગતમાં સ્વાગત !

  3. હવે લાગે છે આપણી માતૃભાષાને શ્વાસ લેવામાં સરળતા થઈ જશે…. સુંદર અભિવ્યક્તિ!

  4. Your blog has been added to “Otalo”

   see this

   http://www.tarakash.com/guj

  5. Welcome to the blogging world. I have included your blog on http://www.forsv.com/samelan/

  6. Dear Neha……

   Wonderful….tu to yar novel lakhava ni hati mane lage che ke have
   this is online n e one can read any time

  7. Its something really great…I dont know how u manage it in gujarati…
   the poems are really good if they are written by you and not someone like DHUMKETU or GHAYAL (the known gujrati Poets)
   Keep it up and keep in touch…
   Bobby From Canada.

  8. પ્રિય બોબી,

   આપની જાણ ખાતર કહેવાનું કે ઘાયલને કવિ ગણ્યા એ બરાબર પણ ધૂમકેતુ કવિ નહોતા, ગુજરાતી સાહિત્યના આકાશે સદૈવ ઝળહળતા રહેનાર સૂર્ય સમાન વાર્તાકાર હતાં.

  9. Really good collection.

  10. Hi,
   Too Good Collection.
   Really it can touche neones heart…
   Keep It Up.
   All my good wishes are with u…

  11. shun koie mane e janavi shakse ke gujarati ma kevi rite type karo cho tame? kaya fonts chhe and saral rite type karva mate shun tame koie software use karo cho ke pachi typing no atlo saro mahavro chhe?

   Aabhaar……..

  12. hi…….. iam palkesh patel.basically iam science student now doing mba.specially iam intrested person in gujrati poems,shayri,gazals.u hava to wonderful collection of gujrati sahitya.nw i hope the love abt ur n ur abt gujju so its fr longer time

  13. એક ટુક્ડો આપણું આકાશ હોય બહુ થયુ ,
   એક બીજા મા સતત વિશ્વાસ હોય બહુ થયુ.
   સાવ નાની અમથી વાત છે બીજુ કાંઇ નથી,
   હું જયાં હોઉ તમે આસપાસ હોય બહુ થયુ

   નસીબ ને હથેળી ની રેખા મા શોધ્યા કરું ને,
   આભા ને મુઠ્ઠી માં બંધ કરયા કરું,
   કોણ જાણે આભા ની સ્વ્પનીલ આંખો માં કોણ સંતાયુ હતું?

   પ્રેમ મા મીઠી વેદના મળી છે,એ બહુ છે….
   સ્વપ્નો ને નવી દિશા મળી છે,એ બહુ છે…
   પ્રેમ પૂરો થયો કે અધૂરો રહયો વાત એ નથી
   પ્રેમ કરવા નો અવસર મળ્યો એ બહુ છે

   પ્રીત નું દદૅ પણ અજીબ હોય છે,
   શબ્દો મા છુપાયેલી ગઝલ હોય છે,
   મૌન મા ભયાઁ હોય છે દરિયાં ઘણાં,
   સ્નેહ એ જ સાચો સંબંધ હોય છે..

   દિલ મા તમારી યાદ ના પગલાં રહી ગયા,
   ઝાંકળ ઊડી ગયું ને ડાઘાં રહી ગયા,
   કહેવા નું હતું ઘણું છતાં કહી શકયાં નહી,
   ગંગા સુધી ગયા ને પ્યાસા રહી ગયા,
   ‘ચલ’ એમ કહી ને ચાલી ગયા તમે,
   ઠંડા હ્રદય મા ગુંજતા કોઇ પડઘા રહી ગયા,
   વરસ્યા વિના વહી ગયી માથા પરથી વાદળી,
   આ દિલ દુઃખી થયુ ને અમે જોતા રહી ગયા.

   કદાચ મને ચાહતા ના આવડ્યું, અને એટલે જ તમને પામતાં ના આવડ્યું,
   તમારા જ સપના જોતી હતી, તેથી તમારા જ સપના મા કોઇ છે એ પામતાં ના આવડ્યું,
   આવડ્યું તો બસ એ જ કે તમને દિલ થી ચાહતા આવડ્યું,
   જાણ્યું કે તમે મારા નહી થઇ શકો, છતાં તમને પરાયા માનતા ન આવડ્યું,
   મંઝિલ નહી મળે એમ મને લાગ્યું છતાં અડધે રસ્તે થી પાછા વળતાં ન આવડ્યું.

   જીવી રહી છું જીદંગી બબ્બે રીત માં થોડી ભકિત અને થોડી પ્રિત માં,
   ખોયું બધું છતાં ખુશી છે એ વાત ની કે મને,
   કારણ કે હિસ્સો છે મારી હાર નો તારી જીત મા,
   અદ્રશ્ય રહી ગયાં રુદન મા તમે,
   સામે આવ્યાં તો આવી ગયાં મારી સ્મિત મા,
   ખરેખર સુષ્ટિ શબ્દની બહુ વિશાળ છે,
   પણ તમે વસો છો મારા નયન મા.

   ધરતી ને ભીંજવતા પહેલી વાર આજે વરસાદ અધુરા લાગ્યા,
   મંઝિલ પામવા ના પહેલી વાર આજે સપનાં અધુરા લાગ્યા,
   પહોંચુ તો કેવી રીતે તમારા ઘર ના દ્વાર સુધી,
   તમારી ગલી ના આજ રસ્તા અધુરા લાગ્યા,
   મળવા નું પણ થયું આપણું આવી રીતે, કે………..
   આપના મિલન માટે આજે જનમ અધુરા લાગ્યા,
   સાથ તારો માંગી ને માંગુ કોની પાસે,
   તને માંગવા માટે આજે ભગવાન પણ અધૂરાં લાગ્યા,
   તારી યાદ મા તડપવું હતું મારે પણ મારી આંખો ના આજે આંસુ અધૂરાં લાગ્યા.

   દૂર રહી ને પણ મને પાસે રહેવાની આદત છે,
   અમને યાદ બની ને આંખો માંથી વહેવા ની આદત છે,
   અમે પાસે ના હોવા છતાં પાસે જ લાગશું,
   અમને અહેસાસ બની ને રહેવા ની આદત છે.

   થોડી ગેરસમજ થી સારું જીવાય છે, ખુલાસા કરવા થી દુઃખી થવાય છે,
   કયારેક બંધ બાજી રમવી સારી, દુરી તીરી પંજા મા પણ જીતી જવાય છે.

   દુ:ખ મા પણ સુખ નો અહેસાસ કરી જો જો….
   ફુલો ની જેમ મસ્તક નીચાં કરી જો જો….
   મટી જશે જીવન તરફ ની બધી ફરીયાદો એક વાર કોઇક ને સાચો પ્રેમ કરી જાજો.

   નદી ની રેત મા રમતું નગર મળે ના મળે,
   ફરી આ જીવન ધરતી પર મળે ના મળે,
   કરુ છુ યાદ તમને દિલ થી, ફરી આ દિલ ધડક્તું મળે ના મળે.

   વ્રુક્ષ ને પાદંડે નવરો બેઠો છે પવન,
   પતંગિયા ની પાંખો માંથી ખરતાં સમય નો રંગ જોયા કરે છે
   ઝરણાં સાથે વ્હયા કરતું વાંકુ ચુંકુ આકાશ,
   નીરાંતે અવાજ ના પરપોટાં સાંભળ્યા કરે છે,
   ખાલીપા નું કોચલુ તોડી ને પાંખ ફફ્ડાવે છે,
   ત્યારે માણસ કહે છે કે હું …….”BUSY” છું.

   વ્યસ્ત જીવન ને નથી ફુરસદ દિલ ને બે વાત કહેવા બચાવી રાખું,
   એ જ ફિકર મા દિવસ વીતે છે કે મારા અસ્તિત્વ ને કેવી રીતે બચાવી રાખું.

   લખી લેજો હથેળી મા નામ મારું,
   સ્નેહ ના દેશ મા છે ધામ મારું,
   કોક દિવસ જો તરસ લાગે તમને,
   તો હથેળી થી પાણી પીતાં યાદ આવશે નામ મારું.

  14. kavita i like it its represent u ok itsssssssssssssssssssssss a so beautiful kavita as ur name

  15. અમે રાખમાંથીયે બેઠા થવાના,
   જલાવો તમે તોયે જીવી જવાના.

   ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
   અમે ભીંત ફાડીને ઊગી જવાના.

   ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
   સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.

   ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
   તરી પણ જવાના ને તારી જવાના.

   અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
   અમે પંખી એકે ન ચૂકી જવાના !

  16. http://hirenbarbhaya.wordpress.com/2010/07/27/kavita/


  પ્રતિસાદ આપો

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

  Google+ photo

  You are commenting using your Google+ account. Log Out /  બદલો )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  બદલો )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  બદલો )

  w

  Connecting to %s

  શ્રેણીઓ

  %d bloggers like this: