Posted by: Neha | June 1, 2006

મિલનની ઋતુ

ધરતીને મળવાની ઇચ્છામાં
આકાશ વાદળ બનીને ઉતરયું છે,

નદીને મળવાની ઇચ્છામાં
ઝરણું ખળખળ થઇ ઊઠયું છે,

બારીમાંથી દેખાતું પેલું ફૂલ
પણ મસ્ત પવનમાં ઝૂલે છે,

પ્રકૃતિ સઘળી  ફરી જાણે
સજીવન થઇ ઊઠી છે……

કોનું છે આ આગમન  ?
જરા આવકારો એને…..

શબ્દોના કંકુને ગુલાલથી
આજ સૌ વધાવો એને

વિરહની એ પળો હવે પતવામાં છે,
મિલનની આ ઋતુને સત્કારો તમે.

                       – નેહા ત્રિપાઠી


Responses

  1. Happy to note Neha! your poetry is blooming with the first shower! Keep it up! …

  2. Khovai javay avi sundar rachana chhe.Apexa o no to jane dhgalo kari de chhe. Ane ama pan bari ma thi zulatu phul to kharekhar mane zulavi de chhe.Pavan ni asar ene thay chhe ke mane e to nathi samazatu chhata saru lage chhe.

  3. Thanks Himadri..Nice to catch u’r comments ….
    Perhaps people dont know ab my backup , but today I wants to say NOOne is in backend but..She is besides me… Always

    દુ:ખ અને દદૅથી છલકાતી કવિતાઓ સૌને પ્રાભાવિત કરી જ જાય છે, કારણ કે હર ઘડી સુખ માટે વલખા મારતાં એ માનવમનમાં ઊંડે તો ક્યાંકને ક્યાંક દુ:ખ જ પડ્યું છે.અવ્યકત થયેલી એ વ્યથાઓ ક્યારેક કવિઓ કવિતા બનીને શબ્દમાં ઉતરી આવે છે.
    પરંતુ, એ વ્યથાઓની સાથે તારા જેવા મિત્રના સાથેને લીધે આજે એ ઝૂલતાં ફુલની ગતિને પણ વ્યકત કરી શકું છું.

  4. વિરહ અને મિલન તો કલાપીને જ યાદ કરાવે ! વાહ નેહાબહેન !
    “પણ આખરે તો એક્લી ને એજ યાદી આપની !”

  5. નેહાબેન, નમસ્તે!

    તમારી સ્વરચિત ક્રુતિઓ ખરેખર ખુબ જ સુંદર છે… વાંચીને ભાવવિભોર થઇ જવાય છે. હ્રદયના ભાવોને તમે એવી સરસ રીતે વર્ણવ્યા છે કે એમા દરેકને પોતના ભાવો ક્યાંક રમતાં દેખાય છે…

    મેં પણ એક કોશિશ કરી છે અંતરની ઉર્મિઓને વાચા આપવાની, આશા છે કે તમને પસંદ આવે. http://urmi.wordpress.com આ બ્લોગની દુનિયામાં હું હજી બાળક છું. તમારા બધાંનો સહકાર મળતો રહે એવી અભિલાષા…
    આભાર…

  6. urmi ne aapshu umadka bharyo aavkar
    ne ana sapna ne karshu saakar……
    parichay no karta raheshu gunakar
    ne Neha sathe maandshu pagla varamvar…


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: