Posted by: Neha | જૂન 17, 2006

કાગળ

લાંબા સમયથી પત્ર ન મળતા.,.અનાયસપણે એક જ સમયે બંને મિત્રો દ્રારા એકબીજાને લખાયેલા બે પત્રો !!! બંને મિત્રોની આ હદયભીની રચના પર વાંચકમિત્રોના અમૂલ્ય પ્રતિભાવોની હંમેશા રાહ રહેશે.

લખવાની મને આદત તો છે,
પણ લખું હું શું તને …
શબ્દોથી હદયની વાતને ,
વાચા આપવાની તો આદત છે,
પણ કહું હું શું તને ….
કોક્રિટના આ જંગલમાં રહેલોએ
સુનકાર સંભળાવવો છે,
પણ નિશબ્દએ વ્યથાઓનો
એ રાગ શીખવું કેવી રીતે તને….
મિત્રોની ગેરહાજરીમાં બનેલા
મારાએ નવા સાથીઓ
'કાગળ' અને 'પેન'ની
ઓળખાણ કરાવું કેવી રીતે તને..
શોધ છે એક માણસની….,
માનવ મહેરામણની આ ભીડમાં
એ ખોવાયો છે, ખોજું કેવી રીતે એને..
બે ઘડીને આપણી એ મુલાકાતે
મને સંભારણા કેટલાય આપ્યા
તે યાદ કરાવું કેવી રીતે તને..?

                 – નેહા ત્રિપાઠી

                 ……    

કાગળમાં તારી યાદના કિસ્સા લખ મને ,
જો શક્ય હોયતો પ્રેમના ટહુકા લખ મને !
તારા વિના અહીં તો છે ધુમ્મસ ફકત બધે
તારી ગલીમાં કેવા છે તડકા લખ મને !
અકળાઇ જાઉં છું આવા અબોલા ના રાખ તું
તારા જ અક્ષરો વડે ઝઘડા લખ મને !
કોઇ મને બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારા હાથે દિલાસા લખ મને !
મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
કયાં ક્યાં પડયા છે તારાં એ પગલાં લખ મને !

(નેહાના કાવ્ય-સંગ્રહ માંથી)


Responses

 1. varsata varsad ni a heli bhale rokay…
  sindhu sagar na jal bhale sukay…
  bhalene bhar vasant ma pan fulo karmay…..
  parantuuuuuuuuu……..
  anatar ni a amidharane kyarey rokava,sukava k karmava na deta…….

 2. કાગળમાં તારી યાદના કિસ્સા લખ મને ,
  જો શક્ય હોયતો પ્રેમના ટહુકા લખ મને !

  Hello Nehaji,

  Its really very nice..

  Thanks for sharing such beautiful peoms with us.

  • Hi Nehaji,
   its really very nice one.thank you very much for such a beautiful lines.It remains in memory forever.

 3. બ્લોગ ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યો છે.
  ‘કાગળ’ ખૂબ સારા છે !

  ખૂબ ખૂબ અભિનંદન

 4. તારા વિના અહીં તો છે ધુમ્મસ ફકત બધે
  તારી ગલીમાં કેવા છે તડકા લખ મને !

  હ્દય સ્પર્શી કવિતા …

 5. ખરેખર હ્દય સ્પર્શી … વાહ !

 6. this one is too good..
  really expresses about the current situations 🙂

 7. wow… so beatiful poem!
  I am sure I will come back just 2 read this again…

 8. The vibrations of the strings of the heart are audible in your tender work …… Touches at the core …..

 9. તમારી લાગણી નું અનુસંધાન..
  મે ક્યાંક વાંચેલી પંક્તિ યાદ આવી ગઈ..

  “બહુ જરૂરી વાત એમા છો ન આવે,
  એય કાંઈ ઓછું નથી,
  લખ તું ય કાગળ..”

  ” મારી એકાદી આંગળી ને કાપી કરું કલમ,
  કાગળ જેવું તો કૈંક આપો..”

  ધર્મેશ
  deegujju.blogspot.com

 10. કોરા કાગળ પર બસ સખી રે! લખ્યુ,
  એથી આગળ નથી મેં લગીરે લખ્યુ,
  આપણે કદી ક્યાં લખ્યુ છે “રઇશ”
  એક મીરાએ લખ્યુ, એક કબીરે લખ્યુ.

  જ્યારથી આપનો બ્લોગ અસ્તીત્વમાં આવ્યો ત્યારથી હું નિયમિત વાંચુ છુ. તમારી લખેલી એક કમેન્ટ વાંચી કે તમારી પાસે ગુજરાતી ટાઇપ કરવા માટે કી-બોર્ડ નથી. જો તમે મારી વેબસાઇટ પર અહીં http://demo.vishalon.net/GujaratiTypePad.htm જશો તો તમને ગુજરાતીમાં લખવા માટેનું ટાઇપ પેડ મળશે કે જેમાં તમે વધુ ઝડપથી ગુજરાતીમાં ટાઇપ કરી શકશો.

 11. Toooooooo Goood…

 12. એક મીરાંએ લખ્યું, એક કબીરે લખ્યું ,એક
  વિશાલ મોણપરાએ લખ્યું :કોઇનેય જોયા
  વિના મેં વાંચ્યું !અને સૌને ઓળખીને તો
  અમારાં નેહાબહેને એમના કાગળોમાં લખ્યું !

 13. અકળાઇ જાઉં એવા અબોલા ના રાખ તું,
  તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને,
  તું આવશે નહિ એ હું જાણું છું, તે છતાં,
  તું આવવાના ખોટા ઇરાદાઓ લખ મને !

  – દિલીપ પરીખ

  કવિનાં આ બે શેર મને ખૂબ ગમે છે….
  આખી ગઝલ જો તમારા ‘નેહાનાં કાવ્ય-સંગ્રહ’માં હોય તો જરૂર પોસ્ટ કરજો.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: