Posted by: Neha | જૂન 26, 2006

આંસુ

આંસુ– બુંદ સ્વરૂપે આંખોમાંથી વ્હેતો લાગણીનો પ્રવાહ. !!

સાદગીમાં પણ સૌદયૅ હોય છે,
આંસુને ક્યા આભૂષણ હોય છે.
કહે છે વજન હોય છે,
એટલે આંસુ નીચે દડી પડે છે
પણ ખરાં વજનદાર આંસુઓ તો,
પોપચાંની ભીતરમાં છાનામાના તરે છે.

                  ……

આ રખડતી સાંજ મારે બારણે આવી ગઇ
આંસુ થઇને યાદ તારી પાંપણે આવી ગઇ.
મેં તને ભૂલી જવાની લાખ કોશિશો કરી
યાદ તારી હરઘડીને હરક્ષણે આવી ગઇ
સ્મિત કરતું શિલ્પ હું કંડારવા મથતી રહી
જિદંગીભરની ઉદાસી ટાંકણે આવી ગઇ.

(નેહાના કાવ્ય-સંગ્રહ માંથી)


Responses

 1. પણ ખરાં વજનદાર આંસુઓ તો,
  પોપચાંની ભીતરમાં છાનામાના તરે છે.
  ————–
  સ્મિત કરતું શિલ્પ હું કંડારવા મથતી રહી
  જિદંગીભરની ઉદાસી ટાંકણે આવી ગઇ.

  બહુ જ સુંદર ભાવની અભિવ્યક્તિ.

  તારી લેખિની/ ટાંકણાં માં માં તાકાત છે. એક વણ માંગી સલાહ કાકા તરફથી – લયમાં લખવા પ્રયત્ન કર. અને સોનામાં સુગંધ ભળશે.

 2. Very nice thoughts and feelings. I am not a poet so surely can’t comment by a poem. But ya remembered one of my friend’s poem in Hindi. He told me 4-5 years back.

  દુઃખોં કિ કોખોંસે અશ્કોંને જન્મ લિયા,
  ઔર હિંચકીઓ કે કન્ધોપે,
  ચલતા હુઆ અશ્કોંકા જનાઝાં,
  ચહેરે કી વિરાન ધરતીપર દ્ફ્નહો ગયા,
  ઓર દિલ કુછ હલ્કા હુઆ.

  – યોગેન્દ્ર સણિયાવાલા

 3. Gr8 expressions of feelings,,

 4. નાટકની સ્મ્રુતિ:આંસુના ઘેરા અક્ષરે ,સૌની લખાણી જિંદગી;
  રોતાં હસાવી બે ઘડી,ચાલી જવાની જિંદગી !(અપૂર્ણ)
  “આંસુ થઈને યાદ તારી પાંપણે આવી ગઈ !”વાહ નેહાબહેન તમારી કલમને !

 5. ‘નેહાના કાવ્યસંગ્રહમાંથી…..’ આ પંક્તિનો સામાન્ય અર્થ શું થાય છે એ તમે કદાચ આ…ટલા લાંબા સમય પછી તો સમજી જ શક્યાં છો. ‘બારણે આવી ગઈ’ ગઝલ સંપૂર્ણપણે છંદમાં લખાયેલી ગઝલ છે. આપ છંદ ઝડપભેર શીખી ગયાં એ જાણીને આનંદ થયો. સુંદર છંદયુક્ત ગઝલ પેશ કરવા માટે ખૂબ ખૂબ આભાર અને અભિનંદન….

  બંને જ રચનાઓ અદભૂત છે…. તમારી સર્જનશક્તિ પણ તમારા જેટલી જ અદભૂત અને મૌલિક છે!!!!!

 6. પ્રિય વાંચકમિત્રો,

  આપના પ્રતિભાવો,મારા જેવા ચાલતા શીખતા બાળક માટે એક ટેકા સમાન તો છે જ ને સાથે સાથે વડીલમિત્રોની વણ માંગી સલાહો એ એમનો આશીર્વાદ, કે જે અવિરત વ્હેતો રહે તેવી અભ્યથૅના.
  અનેક કવિઓની રચનાઓ વાંચીને, પ્રયત્નપૂવૅક ગોઠવાતી મારી એ પંકતિઓ આપને મૌલિક અભિવ્યક્તી લાગતી હશે પણ વાસ્તવમાં……..

  “ન જાણું હું ‘છંદ’ કે, ન જાણું ‘અલંકાર’
  રચનાઓ આ રચાય છે, વેઠીને હદયનો ભાર
  ‘પદ્ય’ હોય કે ‘ગદ્ય’, આખરે તો શબ્દોની ભરમાર!!
  સ્પશૅ છે ઉરને જ્યારે, લાગે એ ઊર્મિઓના આકાર.”

  આપની આભારી…..

  નેહા

 7. Excellent..!!

 8. really it’s awsome…
  i hope i also had skills to express feeling thro’ poems 🙂

 9. તમારી બધી જ રચનાઓ હૃદયસ્પર્શી લાગે જ છે !
  હાંક્યે રાખો નેહાબહેન ! તમારા ગાડામાં બેસવાની
  મજા આવે છે !

 10. Exellent…Enjoyed very much…Keep it up…

 11. …..popachani bhitarma chhanamana tarechhe.kavya panktio ma jarur dam 6.aatma-parmatma aapani kalam ne kalpanani shahi puripade.very good.

 12. Khare khar atli sundar abhivyakti bahu samay pachhi jova mali.
  it’s outstanding.
  realy good,

 13. really .i liked..u have ability……great……..plz also seee my blog…

 14. સરસ રચના…

  “આંસુને ક્યા આભૂષણ હોય છે.
  કહે છે વજન હોય છે,…”

  ગમ્યુ.

 15. best poem

 16. સરસ રચના…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: