Posted by: Neha | જુલાઇ 14, 2006

ઝરણની સભા

છેલ્લે ખારાં સમંદરની વાત કરી ને અટકેલી હું ,આજે એ જ ઝરણની સભા ની વાત સાથે આગળ વધુ છું.તે અનેક નદીઓને પોતાનાં સમાવીને બેઠો હોવા છતાં મૂળમાં રહેલી તેની ખારાશ, એ સરીતાકેરાં મીઠાં જળને પણ ખારાં બનાવી દે છે.!! જેમ કે આજનો મનુષ્ય….!!જીવનમાં અનેક સુખ અને દુ:ખ અનુભવતો પામર માનવ આખરે થોડું પણ દુ:ખ આવતાં
સુખની એ અમૂલ્ય ક્ષણો ભૂલાવીને પોતાના સમગ્ર અસતિત્વ ને શોકમય બનાવી મૂકે છે.

ક્યાંક ઘૂઘવાતો એ ક્યાંક અંત્યત શાંત જોગી જેવો જણાય છે. એવા દરિયાનાં વિવિધ રૂપ
વિશેની કવિઓ દ્રારા લખાયેલી કેટલીક પંક્તિઓ રજુ કરી રહી છું

ફકત ખારાશ એની ખૂંચે છે,
બાકી આ દરિયો છે ઝરણની સભા.

– શોભિત દેસાઇ

                  …………

દિલના દરિયે ડૂબકી દઇને,
મોંઘુ મોતી લૂંટી લઇએ.

– દફન વિસનગરી

                  …………

અશ્રુનું ઊંડાણ માપી ના શક્યો,
ભૂરા ભૂરા દદૅના દરિયા મળ્યા.

– મનહરલાલ ચોકસી

                 …………

બડો ચબરાક છે સંગ એનો કરવો નથી સારો,
નદી જેવી નદીને પણ ભગાડી જાય છે દરિયો.

– અમૃત ઘાયલ

               …………

દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઇશ’
ક્યારેક ખાલી નાવમાં ઉત્પાત હોય છે.

– રઇશ મણિયાર

                …………

સમીપ આવ્યા વિના શું માપશો મારી પ્રતિભાને
ચમક દરિયાના મોતીમાં છે, દરિયામાં નથી હોતી.

– નઝીર ભાતરી

              …………

કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે.

– મરીઝ

               …………

મિત્રો ! લખવાની કોશિશતો કરી છે, પણ મનની વાતને વાચા આપતી પંક્તિઓને કદાચ
સભાન પ્રયત્નોને લીધે યોગ્ય રીતે ગોઠવી શકી નથી…અધૂરી આ રચના ને પૂરી કરવામાં
આપના સૂચનો ની રાહ રહેશે.

સરિતાકેરાં મીઠા જળ પામીને પણ,
અસંતૃપ્ત રહેલો એ દરિયો,
ખારાશ જ જોનાર ને કહેતો’તો
મીઠા બનવાની પ્યાસતો મને પણ છે !

– નેહા ત્રિપાઠી

              …………

કાંઠે બેઠેલી, મુજ મૃદુ ઉરને સ્પર્શી ગયો
પળમાં અતીતના પગલાંને ભરખી ગયો
આવ્યો’તો પાસ મુજ ભરતી તણાં મોજાં લઇને
સ્મૃતિ કાજે કિનારે છીપલાં એ છોડી ગયો
દૂરથી હમેંશ દેખાતો’તો જે મને ઘેરો,
આજે પાસે આવતાં એજ લાગ્યો અનેરો.

– નેહા ત્રિપાઠી


Responses

 1. આને કહેવાય ગાગરમાં સાગર!

  નેહા! ક્યારેક નાના પ્રયત્નો મહાસિદ્ધિ આપી દે છે.
  સામાન્ય જણાતી પંક્તિઓ યોગ્ય રીતે રજૂ થાય તો માણવાની મઝા ઓર જ આવે છે. અધૂરાની ફિકર છોડો .. પંક્તિઓની અમે કોઈ પણ પૂર્તિ કરી દઈશું, પણ તેમાં “નેહાત્વ” નહીં હોય! …. હરીશ દવે

 2. હવે સ્નેહની સરવાણી હિલ્લોળે ચડી હોય એવું સાચે જ લાગે છે… દરિયા પરના શેરોનું ઘણું જ સુંદર સંકલન! મજા આવી એવું કહું કે પછી ભીંજાઈ ગયાં એવું?

  આભાર!

  વિવેક

 3. Hi Neha,

  Your poems are really nice….
  just as you, sometimes i also feel like my creation is still ‘adhuru’…
  …but I do agree with Harishuncle about that!

  so don’t worry… Just be yourself and Keep it up!!! 🙂

  “Urmi Saagar”
  http://www.urmi.wordpress.com

 4. દરિયા પરથી સૈફ પાલનપુરીનું એક મુક્તક યાદ આવ્યું…

  કોઇ સ્મિતે સ્મિતે સળગે છે,
  કોઇ રડીને દિલ બહેલાવે છે.
  કોઇ ટીપે ટીપે તરસે છે,
  કોઇ જામ નવા છલકાવે છે.
  સંજોગોના પાલવમાં છે બધું,
  દરિયાને ઠપકો ના આપો.
  એક તરતો માણસ ડૂબે છે,
  એક લાશ તરીને આવે છે.

  “ઊર્મિ સાગર”
  http://www.urmi.wordpress.com

 5. Hi Neha…
  Really Nice collection…

  Maza aavi gayee..!!

 6. Very nice.. May be you should spend a vacation at seashore. It may help you to finish your poem. 🙂
  Honestly your reading and your efforts are pleasant…. they simplely touch anyone.

 7. નેહાબહેન ! એક વાત કહું ? તમારી રચનાઓ
  વાંચીને તો આસમાનને પણ નિદ્રા આવી જાય !

 8. પ્રિય નેહા,

  આપની વેબસાઈટ પર ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લૉગની લિન્ક આ પ્રમાણે બદલવા વિનંતી છે:

  શબ્દો છે શ્વાસ મારાં
  http://www.vmtailor.com

  વિવેક

 9. નમસ્કાર નેહાબેન…આપના ગુજરાતી સાહિત્ય પ્રત્યેના આ પ્રેમને.આપમાં શબ્દને વ્યકત કરવાની શકિત તો છે જ……ક્લમને થોડી કંડારો કવિતા જરુર જન્મશે..જનાબ કૈલાસ પંડીતનુ એક મુક્તક યાદ આવે છે…

  “અમસ્તી કોઈ વસ્તુ નથી બનતી જગત માંહે
  કોઇનું રુપ કોઇના પ્રેમને વાચા અપાવે છે.
  ગઝલ સર્જાયના “કૈલાસ” દિલમાં દવ લાગ્યI વિણ
  પ્રથમ ઘેરાય છે વાદળ પછી જ વરસાદ આવે છે”
  આપના ” દરીયા” અનુસંધાને મારી ગઝલનો એક શેર લખું છું…

  “નારાજ” હરએક દિલમાં પ્રેમ સાગર છે છલકતો
  ના અમસ્તી જ કંઈ આંસુઓમાં ખારાશ છે. ”
  આભાર….

 10. afreen afreen


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: