Posted by: Neha | જૂન 17, 2006

કાગળ

લાંબા સમયથી પત્ર ન મળતા.,.અનાયસપણે એક જ સમયે બંને મિત્રો દ્રારા એકબીજાને લખાયેલા બે પત્રો !!! બંને મિત્રોની આ હદયભીની રચના પર વાંચકમિત્રોના અમૂલ્ય પ્રતિભાવોની હંમેશા રાહ રહેશે.

લખવાની મને આદત તો છે,
પણ લખું હું શું તને …
શબ્દોથી હદયની વાતને ,
વાચા આપવાની તો આદત છે,
પણ કહું હું શું તને ….
કોક્રિટના આ જંગલમાં રહેલોએ
સુનકાર સંભળાવવો છે,
પણ નિશબ્દએ વ્યથાઓનો
એ રાગ શીખવું કેવી રીતે તને….
મિત્રોની ગેરહાજરીમાં બનેલા
મારાએ નવા સાથીઓ
'કાગળ' અને 'પેન'ની
ઓળખાણ કરાવું કેવી રીતે તને..
શોધ છે એક માણસની….,
માનવ મહેરામણની આ ભીડમાં
એ ખોવાયો છે, ખોજું કેવી રીતે એને..
બે ઘડીને આપણી એ મુલાકાતે
મને સંભારણા કેટલાય આપ્યા
તે યાદ કરાવું કેવી રીતે તને..?

                 – નેહા ત્રિપાઠી

                 ……    

કાગળમાં તારી યાદના કિસ્સા લખ મને ,
જો શક્ય હોયતો પ્રેમના ટહુકા લખ મને !
તારા વિના અહીં તો છે ધુમ્મસ ફકત બધે
તારી ગલીમાં કેવા છે તડકા લખ મને !
અકળાઇ જાઉં છું આવા અબોલા ના રાખ તું
તારા જ અક્ષરો વડે ઝઘડા લખ મને !
કોઇ મને બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારા હાથે દિલાસા લખ મને !
મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
કયાં ક્યાં પડયા છે તારાં એ પગલાં લખ મને !

(નેહાના કાવ્ય-સંગ્રહ માંથી)

Posted by: Neha | જૂન 11, 2006

પંકતિઓ

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિનાની સાંજ ડુસકે ચઢી છે.

મને ઉંબરે એકલો છોડી દઇને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.

તમે નામ મારું લખ્યુંતું કદીક જ્યાં,
મધુમાલતી એ જ ભીતે ચઢી છે.

જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભૂલાયેલી પંકતિઓ હોઠે ચઢી છે.

              -ભગવતીકુમાર શમૉ

(મૌલિકના કાવ્ય-સંગ્રહ માંથી) 

Posted by: Neha | જૂન 9, 2006

વાદળ

       "છે મને.." સૌરભની એ રચના પ્રસ્તુત ક્યા પછી કેટલાક વાંચકમિત્રોના ઇ-મેલ મળ્યા. તેઓ પોતાનો કવિતા-સંગ્રહ તેમજ કૃતિએઓ સ્નેહ-સરવાણી મારફતે વાચકો સમક્ષ  રજુ કરવા માંગે છે.તેમાંના એક ઇચ્છુક, જુનાગઢના વાંચકમિત્ર મૌલિક ભટ્ટનો સાહિત્ય ખજાનો અહીં પ્રસ્તુત કરી રહી છું. સાહિત્યની આપ-લે માટે મૌલિકનો ખૂબ- ખૂબ આભાર.

મૌલિકનો સંપકૅ : maulik_1231@yahoo.co.in

આંખમાં સંતાડેલાં વાદળ
આમ
છડેચોક
ખુલ્લા તડકામાં
વરસી પડશે
એની મને
ક્યાં ખબર હતી ?

(મૌલિકના કાવ્ય-સંગ્રહ માંથી)

Posted by: Neha | જૂન 4, 2006

છે મને…..

    આ બ્લોગ શરૂ ક્યૉ પછી જણાયું કે આસપાસ ના મારા અનેક મિત્રોમાં ક્યાંક ને ક્યાંક કવિ, કે લેખક સંતાયેલો જ છે. મિત્ર સૌરભના શબ્દો દ્રારા મળતાં અનેક પ્રતિભાવો સતત પ્રોત્સાહન તો આપે જ  છે, ને સાથે સાથે તેનામાં રહેલા કવિની પણ ઝાંખી કરાવે છે. આજે અહીં સૌરભની મૂંઝવણ એના શબ્દોમાં પ્રસ્તુત કરું છું.

કંઇક લખવાનું મન થાય ને હાથ ના ઉપડે
એ મૂંઝવણ છે મને…..
કોઇના સપના જોવા હોય ને નીંદર ના આવે
એ રોગ છે મને…..
કામ કરવું હોય પણ ધ્યાન ન હોય
એ તકલીફ છે મને…..
ને કોઇ ની એક ઝલક માટે આખું આયખું
અટકી રહે એ હદે પ્રેમ છે મને

                 ——   સૌરભ વ્યાસ

Posted by: Neha | જૂન 1, 2006

મિલનની ઋતુ

ધરતીને મળવાની ઇચ્છામાં
આકાશ વાદળ બનીને ઉતરયું છે,

નદીને મળવાની ઇચ્છામાં
ઝરણું ખળખળ થઇ ઊઠયું છે,

બારીમાંથી દેખાતું પેલું ફૂલ
પણ મસ્ત પવનમાં ઝૂલે છે,

પ્રકૃતિ સઘળી  ફરી જાણે
સજીવન થઇ ઊઠી છે……

કોનું છે આ આગમન  ?
જરા આવકારો એને…..

શબ્દોના કંકુને ગુલાલથી
આજ સૌ વધાવો એને

વિરહની એ પળો હવે પતવામાં છે,
મિલનની આ ઋતુને સત્કારો તમે.

                       – નેહા ત્રિપાઠી

Posted by: Neha | જૂન 1, 2006

માટીની સુગંધ

દૂર ક્યાંક થી ફરી પાછી માટીની ભીની સુગંધ આવી ગઇ
મનમાં રહેલી એની એ  સ્મૃતિઓ  ને તાજી કરાવી ગઇ

સુસવાટા સાથે આવતો એ ભીનોપવન અડકી ગયો
જાણે એ આવી મારી પાસે મને સ્પશીઁ  ગયો

કેટલાય દિવસથી તેની રાહમાં ધરતી તરસી હતી
વરસાદ ની એ એક બુંદ તેની પ્યાસ બુઝાવી ગઇ.

                                         – નેહા ત્રિપાઠી

Posted by: Neha | મે 31, 2006

સ્મૃતિ

તમને
ન પામું તો
કાંઇ નહિ પણ…..
સ્મૃતિમાં સચવાઇ રહું
તો ય ઘણું છે.

  – નેહા ત્રિપાઠી

. . . .

માનવો છે ઇશ્ર્વરનો આભાર કે સ્મૃતિ આપી મુજને
હર ઘડીએ માનસપટ પર દૅશ્યો રચતી એ કૃતિ આપી મુજને

સુખ, દુ:ખ અને આનંદની એ ક્ષણો સાચવી એને
હર ઘડીએ એનો અહેસાસ કરાવતી એ પળો આપી મુજને

શોક નથી કે નથી કોઇ પીડા એ સ્મૃતિની ક્ષણોમાં
હર ઘડી તેને મમળાવી શકાય એ મીઠાશ આપી મુજને

ડાયરીનાં પાના વચ્ચેની એ પાંખડીમાં સુગંધ નથી રાખી એને
સ્મૃતિ કેરી એ સુવાસ દ્રારા હર ઘડી જીવવાની પ્રેરણા આપી મુજને

                                                        – નેહા ત્રિપાઠી

Posted by: Neha | મે 31, 2006

યાદ

આવે છે યાદ એ ને ………
શ્ર્વાસ આ રુંધાઇ જાય છે,
હર ઘડીએ ધબકતુ નાનકડું આ દિલ,
ઘડીભર મૂઝાંઇ જાય છે,
આવે છે યાદ એમનું એ સ્મિતને
વિરહની આ વસમી ક્ષણો સંધાઇ જાય છે.

                             – નેહા ત્રિપાઠી

Posted by: Neha | મે 18, 2006

પ્રેમ

ગુજરાતી દૈનિક સામાચારપત્ર  “ગુજરાત સામાચાર“ માં દર બુધવારે પ્રકાશિત થતી શતદલની પૂતિમાં પ્રગટ થતાં ‘અનાવૃત’ લેખમાં આ વખતે માનનીય જય વસાવડા એ પ્રેમ વિશેની વાતો કેટલીક ધારદાર પંકતિઓ દ્વ્રારા સમજાવી હતી જે પંકતિઓ અહીં આજે આપની સમક્ષ રજૂ કરું છું.

પ્રેમમાં કયાં જાણકારી જોઇએ?
બસ, હદય વચ્ચે કટારી જોઇએ
શ્રીહરિ ને પ્રેમીમાં છે સામ્યતા,
બેઉ જણ માટે પુજારી જોઇએ.

દિલ

દિલ તમોને આપતાં આપી દિધું
પામતાં પાછું અમે માપી લીધું
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં,
ચોતરફથી કેટલું કાપી લીધું.

                        – મનહર મોદી

આપણી વચ્ચે હતી !

તારીને મારી ચચૉ આપણી વચ્ચે હતી
તો ય એમાં દુનિયા આપણી વચ્ચે હતી !
આપણે એકાંતમાં કયારેય ભેગા કયાં થયા?
તો ય જોને, કેવી અફવા આપણી વચ્ચે હતી
આપણે એકબીજા સાથે શ્ર્વાસેશ્ર્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી  !
કોઇ બીજાને કશું કયાં બોલવા જેવું હતું ?
આપણી પોતાની સતા આપણી વચ્ચે હતી.
આપણે તો પ્રેમના અરમાન પૂરવાના હતા,
કાં અજુગતી કોઇ ઇચ્છા આપણી વચ્ચે હતી
યાદ કર એ પુણ્યાશાળી પાપની એકેક ક્ષણ
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી !
એક ક્ષણ આપી ગઇ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી !

                        – ખલીલ ધનતેજવી

Posted by: Neha | મે 18, 2006

શ્રધ્ધાંજલી

ગુજરાતી કવિતા જગતમાં ઝળહળતા દિવાસમાન શ્રી રમેશ પારેખના જીવનનો દિવો અચાનક ગઇકાલે ઓલવાઇ ગયો….પરંતુ એ દિવાએ ફેલાયેલો ઉજાસ એ ગુજરાતી કવિતા જગતમાં કયારેય અંધારુ નહીં લાવી શકે. એવા શ્રી રમેશ પારેખ ને મારી ભાવભીની શ્રધ્ધાંજલી.
સ્વ.શ્રી પારેખ વિશેની વધુ માહેતી આપ, ધવલ શાહ અને ડૉ. વિવેક મનહર ટેલર દ્રારા સંચાલેત લયસ્તરો બ્લોગમાં મેળવી શકશો.

Posted by: Neha | મે 13, 2006

શબ્દને અથૅ

   સમજો તો ઘણું છે!!
   ન સમજો તો કશું જ નથી,
   પાના ઉપર ફકત થોડાં શાહીના આ ડાઘા છે,
   દિલના શબ્દને વાચા નથી,
   જો કાગળ ઉપર ઊતારો તો શબ્દ શબ્દને અથૅ છે,
   અથૅ સમજી શકો તો ઘણું છે.

   પ્રેમમાં ખેચાણ છે,આવી ગઇ શ્રધ્ધા મને,
   એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને ,
   હું તને જોતી દુનિયાને પછી જોતી નહીં,
   તું મને જોવે તો જોતી થઇ જાત દુનિયા મને.

   પથ્થરો પોલા નીકળશે શી ખબર,
   ને મિત્રો ભોળા નીકળશે શી ખબર,
   એમની આંખો ભીંજાઇ તો ખરી,
   પણ આસુંઓ કોરા નીકળશે શી ખબર.

   હસું છું એટલે માની ન લેશો કે સુખી હું છું
   રડી શકતી નથી એનું મને દુ:ખ છે, દુ:ખી છું હું.
   દબાવીને હું બેઠી છું, જીવનના કારમા ઘાવો,
   ગમે ત્યારે ફાટી જાઉં એ જ્વાળામુખી છું હું.

    જેના થી ભાગવા મથુ છું,એનો જ રોગ થયો
    રસી મુકાવી તો એનો જ રોગ થયો.

    સુરજ થઇને ઢૂઢું છું પણ સાંજ મળતી નથી,
    અને માસૂમના દદૅની દવા મળતી નથી.

Posted by: Neha | મે 12, 2006

સંયમ

જીભને ઘણું ખવડાવ્યા છતાં સમય આવે કશું ન ખાય તે સંયમ
પ્રીતના ઘણાં વ્યપારો થવા છતાં, તેનો સંબંધ છૂટતાં
અથવા તેનાથી દુર થતાં તેનું વિસ્મરણ થઇ જાય તે સંયમ
હદયને મોહનો અથવા દુ:ખનો સ્પશૅ થવા છતાં તેની વિકળતા નથી તે સંયમ
ઘણું જાણવા છતાં જે ઘણું જણાવાતું નથી તે સંયમ
ઘણું સંભાળવા છતાં જે ઘણું બોલતું નથી તે સંયમ
ઘણું પ્રતિકુળ જાણવા છતાં તે માટે બુધ્ધિનો સુનિશ્ર્ચ્ય પલટતો નથી તે સંયમ

                                                             -શ્રીમદ્ ઉપેનદ્રાચાયૅજી

Posted by: Neha | મે 12, 2006

Maxim

સારું વાંચન એક એવી પ્રવ્રુતિ છે કે, જે મનુષ્યને પોતાની તેમજ પ્રકૃતિની વધુ ને વધુ નજીક લઇ જાય છે.. દિવસ દરમિયાન બનતા અનેક પ્રંસગો, આસપાસ બનતી અવનવી ઘટનાઓ, માનવજીવનના ઉતાર-ચઢાવ તેને ઘણું શીખવી જાય છે. અને જ્યારે તે અનુભવોને શબ્દમાં રજુ કરે છે. ત્યારે તે શબ્દો Inspirational Quote, Maxim અથૉત સુવાકય બની જાય છે. એવા કેટલાક મારી ડાયરીમાં ના સુવાકયો અહીં રજુ કરું છું.

   તમે ગણેતશાસ્ત્ર શીખવામાં ચાલીસ વષૅ વીતાવો
   પણ જો તમે પેલા પુષ્પેને , પેલા ભૂરા આકાશને
   ના જોઇ શકો તો તમે  મૃત છો.
                                     – ફાધર વાલેસ

   વ્રુક્ષ એ વાસ્તવિકતા છે,બીજ એ સંભાવના છે.
   જરૂર નથી કે દરેક સંભાવના વાસ્તવિકતા જ બની રહે,
   પુરુષાથૅ જો સમ્ય હોય , નિષ્ઠા જો સરસ હોય અને વાતાવરણ જો અનુકુળ હોય તો શક્ય છે 
   કે આજે જે દેખાતી સંભાવના છે એ કાલે વાસ્તવિકતા પણ બની જાય

   શ્રધ્ધા રાખવાથી નવું ઉત્પન્ન કરી શકાય છે.
   આશા રાખવાથી આશીવૉદ પ્રાપ્ત થાય છે.
   સ્નેહથી અદૃભૂત કાયૅ કરી શકાય છે.
                                    – માઇકલ ફેપ્લેસ

   જીવન ને જે ચાહે છે એને જીવન મનોરમ્ય લાગે છે,
   જીવન ની જે ઉપેક્ષા કરે છે એને તે જીવન દુ:ખમય લાગે છે.

   બેફામ ઇચ્છા વાળું જીવન એ વન છે,
   માયૉદિત ઇચ્છા વાળું જીવન એ ઉપવન છે,
   પરંતુ ઇચ્છાઓથી પર થઇને જીવવું એ નંદનવન છે.

   સૌથી વધુ વ્યસ્ત વ્યકિત ને દરેક કામ માટે પૂરતો સમય મળી રહે છે.

   સાચી હિંમત ગમે તે જોખમ સામે ધસી જવામા સામે નહીં,
   પરંતુ વાજબી કારણ ને વળગી રહેવામા છે.    

   પ્રેમ એક એવી રમત છે કે જેમા બુધ્ધિની હાર છે.
                                              – મુસોલિની

Posted by: Neha | મે 5, 2006

પ્રતિબિંબ


Pencil Work

મિત્રો,  

મનુષ્ય સહજ સ્વભાવ પ્રમાણે કોઇ પણ શાબ્દિક વણૅન વાંચતા,તેના માનસપટ પર
કાલ્પનિક આકૃતિઓ રચાતી હોય છે.પરંતુ એ કાલ્પનિક આકૃતિને જ્યારે કોઇ ચિત્રકાર સુંદર
ચિત્રમાં અથવા કોઇ ફોટોગ્રાફર પોતાની અદભૂત ફોટોગ્રાફી સ્વરૃપે રજુ કરે છે ત્યારે માનવ
મનમા રહેલી એ કલ્પનાઓ સજીવન થઇને બેઠી થાય છે.મનુષ્ય મનના તેવા અનેક પ્રતિબિંબો
ફોટોગ્રાફ, સ્વરુપે તમને અહીં જોવા મળશે.

To View Full Album Click Here

Posted by: Neha | મે 2, 2006

દિવાસ્વપ્ન દુહા

મારા ફળિયે પાગંયૉ તમે નામ નો એક છોડ,
પહેયૉ લીલો મોડ મારી ખંડેરવતી મેડીએ….

કોઇ રંગોળી પૂરે તોરણ બાંધે કોઇ,
ઘેઘૂર તમને જોઇ હું શણગારું છું આંખ ને

ખાલી ધમ્મર શ્ર્વાસમાં સાત પગથિયે જળ,
થયા- થયા  ઝળહળ કંઇ બત્રીસ કોઠા વાવનાં

હે રસ્તા, ચાલ્યા જજો મારા ઘરથી દૂર,
ઘરમાં આવ્યા પૂર એને પાછાં વળવા નહી દઉં,

ચશ્માવંતી આંખને કાચ વગરનું સુખ,
સ્પશુઁ છું સન્મુખ એક ઝાઝંરભીના દૅશ્યને

હું જો લીમડો હોત તો તો આજે કંઇક ઓર,
બની જઇ ગુલમ્હોર હું ઢાંકત આખા શહેર ને,

કોઇ વગાડે ટેરવાં કોઇ રમાડે ફૂંક,
હું તો કલરવતુંક એક પંખી થઇ ઊડ્યા કરું,

બરછટ રેખામાં વસ્યું પુંકેસરનું શહેર,
હથેળીઓમાં ન્હેર કાંઇ વહેતી જાય વસંતની,

મેડી પર દિવો બળે એનું નામ જ કાલ,
હું પેટાવું વ્હાલ અને અટકાવી દઉં સૂયૅને.

« Newer Posts - Older Posts »

શ્રેણીઓ