Posted by: Neha | જુલાઇ 2, 2006

એક વેલીને..

સ્વ. શ્રી ‘કલાપી’ની બીજી એક હ્દયને સ્પર્શી ગયેલ કૃતિ…..

ધીમે ધીમે કુંપળ કુંપળે પત્ર પત્રે વળીને,
ટીશી ટીશી તરુવિપટમાં ગૂંથણી કાંઇ ગૂંથે;
મીઠી વેલી ! તુજ વળ દિસે નિત્ય નિત્યે નવીન!
તહારૂં હૈયું વધુ વધુ સદા સ્નેહમાં થાય લીન !

ન્હાની ન્હાની તુજ ગતિ સમો રાહ આ ઝિન્દગીનો,
તોફાનો કે ભભક રવિની કોઇ દી માત્ર ભાસે;
તહારી પાસે ગણગણ થતા જંતુઓ નિત્ય ગુંજે,
મ્હારી પાસે જગત સઘળું નિત્ય ગુંજયા કરે છે.

પણૉ તાજાં ચડી, ખરી, ચડે એકની એક ડાળે,
ને આલમ્બે તરુવર તણો નિત્યનો એક તહારે;
ટેકો મ્હારો મુજ હદયની એક મૂતિ પરે છે,
તે પાસેથી સુખદુ:ખ સદા જાય ચાલ્યાં ઝપાટે.

તું પત્રો ના તુજ કદિ ગણે, હું ય મ્હારાં ગણું ના,
કિંતુ તેનો કુદરત મહીં કાંઇ છૂપો હિસાબ;
કયાં? શા માટે? પ્રભુ વિણ નકી કોઇ જાણી શક્યું ના,
ઊડાં કાવ્યો, ફિલસુફી વળી કાંઇ શંકા જ માત્ર !

તુંમાં હુંમાં …અરરર! પણ આ કાંઇ જુદું જ ભાસે,
તહારા મ્હારા પથ મહીં દિસે ભિન્નતા એક ઊંડી;
તું ચાલે છે સતત ગતિએ, કૂદતો ચાલતો હું,
ધક્કા મારે કુદરત મને, દોરતી માત્ર તુંને.

હું ચોટું છું મુજ જિગર જ્યાં એક દી શાંતિ પામે,
નિ:શ્ર્વાસો સૌ જનહદયના ભૂત કાલે વિરામે;
નિમૉયો છે તુજ જીવનને એકલો વતૅમાન,
’ઊંચે જાવું’ તુજ હદયને એટલું માત્ર ભાન.

-સુરસિહંજી તખ્તસિહંજી ગોહેલ ‘કલાપી’

શ્રી ‘કલાપી’ની જીવનઝાંખી

(’કલાપીનો કેકારવ’..2000, પૃષ્ઠ 215 )


પ્રતિભાવો

  1. વધુ એક સુંદર કૃતિ…. અભિનંદન…!

  2. સરસ કવિતા. કલાપી મારી પચ્ચીસીના માનીતા કવિ.
    એક સૂચના –
    વર્ડપ્રેસમાં પોસ્ટ કરતી વખતે – સ્લગનું નામ અંગ્રેજી માં આપવું જેથી યુ. આર. એલ એડ્રેસ સુવાચ્ય બને અને ઘણા બધા % ન આવે !!!
    મારે આની લિંક કલાપીની જીવન ઝાંખીમાં આપવી છે. માટે સ્લગ સુધાર્યા પછી ખબર આપીશ તો આનંદ થશે.

  3. Suresh Uncle,

    U can find changes as per Instuction !!

    Thanks

    Neha

  4. […] –  ફુલ વિણ સખે :   એક વેલીને  : વીત્યા ભાવો […]

  5. અદૃભુત કવિતા મારા માનીતા કવિનું એક ઉત્કૃષ્ટ સર્જન, વાંચી ખુબ જ આનંદ થયો કવિતાની આ પંકિતઓ

    તુંમાં હુંમાં …અરરર! પણ આ કાંઇ જુદું જ ભાસે,
    તહારા મ્હારા પથ મહીં દિસે ભિન્નતા એક ઊંડી;
    તું ચાલે છે સતત ગતિએ, કૂદતો ચાલતો હું,
    ધક્કા મારે કુદરત મને, દોરતી માત્ર તુંને.

    બસ સ્પર્શી ગઇ અદૃભુત


Leave a reply to રજનીશ દરજી જવાબ રદ કરો

શ્રેણીઓ